હાલ રે મનવા...!
હાલ રે મનવા...!
હાલ રે મનવા આપણે માનવ થઈને રહીએ,
જન્મે માનવ તો પછી કર્મે શાને જૂદા પડીએ?
કરીને કૃપા ઇશ્વરે મનખાદેહ આપ્યો આપણને,
મૂક્યો વિશ્વાસ માનવજાત પર ખુદ હરિવરેને,
શીદને એની આસ્થામાં હવે ઊણા ઊતરીએ?
હાથ, હૈયું ને મગજ હોય પછી શું જોઈએ?
મહેનતે કિસ્મત ઉજળું કરીને જ જંપીએ,
છોને મુસીબતો આવે કેટલી કદી ના ડરીએ.
આતમબળનું પાથેય જીવનમાં રહે ભરપૂર,
સફળતા પણ સહેજે મળે ના રહે પછી દૂર,
પુરુષાર્થી થઈને કદી પગ પારોઠ ના ભરીએ.
