STORYMIRROR

Bharat Thacker

Inspirational

4  

Bharat Thacker

Inspirational

તિમિર

તિમિર

1 min
628

રાતના તિમિર સામે પ્રકાશ છે સવારનો,

રોગના તિમિર સામે પ્રકાશ છે સારવારનો,

કોઇપણ તિમિર ક્યારેય ટકતો નથી કાયમ,

નફરતના તિમિર સામે પ્રકાશ છે પ્યારનો,


દુશ્મનીના તિમિર સામે છે પ્રકાશ છે યારનો,

ભયના તિમિર સામે પ્રકાશ છે ખુમારનો,

કોઇપણ તિમિર કયારેય ટકતો નથી કાયમ,

અલ્પતાના તિમિર સામે પ્રકાશ છે શ્રી કારનો,


નકારાત્કતાના તિમિર સામે પ્રકાશ છે હકારનો,

નાસ્તિકતાના તિમિર સામે પ્રકાશ છે પરવરદિગારનો,

કોઇપણ તિમિર ક્યારેય ટકતો નથી કાયમ,

મૃત્યુના તિમિર સામે પ્રકાશ છે નવા અવતારનો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational