STORYMIRROR

Shaurya Parmar

Inspirational

4  

Shaurya Parmar

Inspirational

આનંદ છે

આનંદ છે

1 min
123

જ્યારથી જીવવાનું નક્કી કર્યું છે, 

કસમથી આંઠે પહોર આનંદ છે,


ઉપર આભ નીચે ધરા વચ્ચે હું, 

મજાનો ઉત્સાહ અનેરો ઉમંગ છે,


કંઈ સુખની ચાવી મળી છે ? 

એ વિચારે, મુસીબતો દંગ છે,


નથી કોઈ દોસ્ત, નથી કોઈ દુશ્મન, 

બસ મારી સાથેજ મારી જંગ છે,


નથી હું આગળ કે નથી હું પાછળ, 

હું મારી સાથે ને જીવડો મસ્ત મલંગ છે,


શું હારવાનું ને શું જીતવાનું અહીં ? 

જીવ જાણે કે કોઈ ઉડતી પતંગ છે,


એકલો ના સમજશો "દાસ"ને, 

ધબકારે સંગ સંગ દશરથનંદ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational