આશીર્વાદ
આશીર્વાદ
અશક્યનેય શક્ય બનાવે છે આશીર્વાદ,
રણમાંય વસંતને પ્રગટાવે છે આશીર્વાદ,
આંતરડીની દુઆ નથી નિષ્ફળ જતી કદી,
પાષાણવત્ નસીબ પલટાવે છે આશીર્વાદ,
ઇશથીય અધિક તાકાત છે એમાં છૂપેલી,
પુરુષાર્થની હારમાંય એ ફાવે છે આશીર્વાદ,
નાભિના ઉદગારો ફળ આપીને જ જતા,
રંકને રાય બનાવી મલકાવે છે આશીર્વાદ,
સેવા કદી ફોગટ જતી નથી ક્યારેય કોઈની,
કરેલું પામવા ફળ થઇ આવે છે આશીર્વાદ.
