STORYMIRROR

Mrudul Shukla

Inspirational

3  

Mrudul Shukla

Inspirational

શું ફરક પડશે

શું ફરક પડશે

1 min
238

હે પ્રભુ તારુજ અસ્તિત્વ જ્યાં વિમાસણમાં છે,            

તો હું રહું કે ના રહું શુંં ફરક પડશે.  


પ્રભુ તુ છે છતાં નથી,                                        

જિંદગી થોડી ટૂંકી થઈ જશે, તો શુંં ફરક પડશે.         

      

જો તું જ નથી તો જીવી હું પણ શું કરુ,                 

 પ્રમાણ પૂછશે લોકો તને તો શું આપીશ,               

   

જિંદગી જો આમ જ ચાલવાની હોય,                          

તું હોય કે ના હોય શું ફરક પડશે.             

                

બધુ જાણવા જોવા છતા આંખે પટ્ટી બાંધી બેઠો છે,  

 નેટવર્ક જો તારુ મળવાનું જ ના હોય તો શું ફરક પડશે, 


પ્રાર્થના કરી થાક્યા ભક્તો હવે,                               

 તારુ મૃદુલ મન જો પીગળવાનું ન હોય તો શું ફરક પડશે.


 લોકો ને હવે ઈન્તઝાર છે,                                      

 તારી કૃપા વરસાવે તો બહુ ફરક પડશે. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational