STORYMIRROR

રોનક જોષી 'રાહગીર'

Inspirational

3  

રોનક જોષી 'રાહગીર'

Inspirational

વીતેલા વર્ષનાં લેખા જોખા

વીતેલા વર્ષનાં લેખા જોખા

1 min
247

વીતેલા વર્ષનાં સુખ દુઃખ ત્રાજવામાં તોલાઈ ગયાં,

કેટલાક સુખદ તો કેટલાક દુઃખદ અનુભવોથી મિલાપ કરાવી ગયાં,


પશુ પંખીની માફક પિંજરામાં પૂરાઈ ગયાં,

એકલતા અને બંધિયાર જીવનની વાસ્તવિકતા સમજાવી ગયાં,


પરિવારથી સવાર-સાંજ દૂર રહેનારા આજે એકસાથે બેસતા થઈ ગયાં,

વેર ઝેર નફરત ભૂલાવી પ્રેમથી હૃદયથી એક તાંતણે ફરી બંધાઈ ગયાં.


હાડમારીવાળી જિંદગી જીવતા આજે શાંત થઈને બેસી ગયાં,

સાચું સુખ- શાંતિ મનનાં સંતોષ અને પરિવાર સાથે છે તે સમજી ગયાં.


હું જબરો ને હું કહું તેમ જ થાય કહેનારા ઠરી ગયાં,

વાગી કુદરતની લાકડી ને માનવતામાં વરી ગયાં.


વીતેલા વર્ષનાં સુખ દુઃખ ત્રાજવામાં તોલાઈ ગયાં,

કેટલાક સુખદ તો કેટલાક દુઃખદ અનુભવોથી મિલાપ કરાવી ગયાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational