STORYMIRROR

Urvashi Thakkar

Inspirational Others

3  

Urvashi Thakkar

Inspirational Others

કોરોના તારા લીધે

કોરોના તારા લીધે

1 min
241

આજે માણસ પૂરાયો છે ઘરમાં,

આજે કુદરતના સૌંદર્ય સાથે પ્રેમ થયો,

કોરોના તારા લીધે...


આજે નરી આંખે અગાશી પરથી ગ્રહો દેખાયા,

આજે દૂરથી આરાસુરનો ગબ્બર દેખાયો,

કોરોના તારા લીધે...


આજે સરકારને કર ચુકવવાની નૈતિક જવાબદારી સમજાઈ,

આજે પાંજરે પૂરાયેલા પશુ-પંખીઓની ભાવના સમજાઈ,

કોરોના તારા લીધે...


આજે ઓઝોનનાં સ્તરનું ગાબડું પૂરાયું,

આજે પ્રકુતિને નવું જીવન મળ્યું,

કોરોના તારા લીધે...


આજે અમીર-ગરબીની વ્યાખ્યા બદલાઈ,

આજે સ્વાસ્થ્યનું મહત્વ સમજાયું,

કોરોના તારા લીધે...


આજે છપ્પન ભોગ જમતો માનવી દાળ-ભાતમાં ખુશ થયો,

આજે માનવીને પ્રકૃતિને નુકશાન ન કરવાની શિખામણ મળી,

કોરોના તારા લીધે...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational