STORYMIRROR

Urvashi Thakkar

Inspirational Children

3  

Urvashi Thakkar

Inspirational Children

બસ કહેતા નથી

બસ કહેતા નથી

1 min
228

પપ્પાને પ્રેમ કરવા ક્યાં કોઈ દિવસની આવશયકતા છે,

પપ્પાને પ્રેમ કરવા માટે તો આ જીવન જ ઓછું પડે છે.

કરે છે ખૂબ જ પ્રેમ બસ કહેતા નથી...


સંતોષવા મારી જરૂરિયાતો, માંડી વાળે છે પોતાની જરૂરિયાતો,

વૃક્ષ બનીને આપે છે છાંયો, ને દૂર રાખે છે મુશ્કેલીઓથી.

કરે છે ખૂબ જ પ્રેમ બસ કહેતા નથી...


મમ્મી મકાનને બનાવે છે ઘર, ને પપ્પા ઘરનો ધબકારો બની જાય છે,

દીકરીનો પહેલો પ્રેમ અને પહેલો હીરો તો પપ્પા જ હોય છે.

કરે છે ખૂબ જ પ્રેમ બસ કહેતા નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational