કસોટી
કસોટી
કષ્ટ આપનારા તો હવે,
ઘણા મળી જાય છે,
વિપદામાં સાથ આપનારા,
સાચાં દોસ્ત બની જાય છે.
દર્દ આપનારાને હવે,
આનંદ આનંદ થાય છે,
દર્દમાં સાથે રહેનારા,
હમદર્દ બની જાય છે.
જીવનમાં સાચી કસોટી,
વિપદામાં થાય છે,
સાચાં ખોટાની પરખ,
ત્યારે જ થઈ જાય છે.
