મિત્રતા
મિત્રતા
મન મળે ત્યાં સધાય મિત્રતા.
એકમેકની સમજાય મિત્રતા.
ઐક્ય વિચારોનું નિકટ લાવતું,
બંધન શ્રેષ્ઠ ગણાય મિત્રતા.
સાચા સુખદુઃખના સંગાથી,
ભ્રાતાથી અધિક હોય મિત્રતા.
પ્રવાહ લાગણીના પરસ્પરને,
મિલને કેવી હરખાય મિત્રતા.
સંકટ સમે સાથ નિભાવતાને,
ઉરના તાંતણે બંધાય મિત્રતા.
