નારી
નારી
હરિએ કર્યું હશે વિચારી,
શ્રેષ્ઠ સર્જન ઇશનું નારી,
સમર્પણે જીવન શણગારી,
શ્રેષ્ઠ સર્જન ઇશનું નારી.
સદા સેવાતણી ભેખધારી,
દેતી પતિગૃહને સંવારી,
સહનશીલતા જેની ભારી,
શ્રેષ્ઠ સર્જન ઇશનું નારી.
વ્રતવિધાનને આચરનારી,
કુટુંબ ખાતર ભોગ દેનારી,
પતિવ્રતાનું વ્રત રાખનારી,
શ્રેષ્ઠ સર્જન ઇશનું નારી.
આસ્થા ઇશપ્રત્યે એકધારી,
માનતા આખડી લેનારી,
પતિ અનુકૂળ હોય રહેનારી,
શ્રેષ્ઠ સર્જન ઇશનું નારી.
શિશુકાજ મમતાની ભંડારી,
ગૃહલક્ષ્મી બિરુદ ધારી,
માન મર્યાદાને જાળવનારી,
શ્રેષ્ઠ સર્જન ઇશનું નારી.
