STORYMIRROR

Dipal Upadhyay

Inspirational

3  

Dipal Upadhyay

Inspirational

હતું...

હતું...

1 min
27.3K


એક વેળા આપણે મળવું હતું,

એક બીજાનું હૃદય કળવું હતું.

છીપમાં પૂરાઈને ફાવ્યું નહીં,

કોચલાથી બ્હાર નીકળવું હતું.

માત્ર પોતાના સ્વરૂપને પામવા,

બર્ફને નખશિખ પીગળવુ હતું.

આવે તું માધવ રુપે અહીંયા ફરી, 

ગોપી થઈ તો તારું મન છળવુ હતું. 

સ્થાન ચરણોમાં તમારા પામવા;

ફૂલમા ફોરમ બની ભળવું હતું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational