સાંભરે
સાંભરે


હેલ પનઘટ સિંચણે છલકાતી દેગડ સાંભરે,
આજ સૈયર હીંચકો વડવાઈ ને વડ સાંભરે.
ગામ ખેતર મોલ કુવા કાંઠડા સૂના હશે,
વ્હેતી નદીનો પટ અને કાંટાળી પગળટ સાંભરે
વારતાની રાત મોટી રેત કુકા ને ચણોઠી,
પાંચીકા રમતી એ સહિયરની એ વડચડ સાંભરે
એ રમત એ રૂસણા? ને રીઝતા એ રમઝટ સાંભરે.
એ નિખાલસ હાસ્ય, ગીતોની એ રમઝટ સાંભરે
બોર જાંબુ ખાક્ઠઠી ને ખટમધુરી આંબલી,
પેન પાટી ને પલાખામાંની વધઘટ સાંભરે.
એ ઉંમર તોફાન મસ્તીની પળો શું વર્ણવું?
વાળ બાંધવ બેનીના ભોજૈની ચડભડ સાંભરે.
હેત બાપુના મમત માની ગળ્યા કંસારશી,
લાખ વહાલું સાસરું મહિયરની ચોખટ સાંભરે