STORYMIRROR

Masum Modasvi

Inspirational

3  

Masum Modasvi

Inspirational

ભાર છે

ભાર છે

1 min
26.8K


મન ઉપરતો વળગણોનો ભાર છે,

જિંંદગી વિશ્વાસનો આધાર છે.

ખોજવા નિકળી પડ્યા છે એકલા, 

હોસલામાં જોર ભારોભાર છે.

સોચમાં ભાવી પડેલી લાગણી,

ખ્વાબનો ઉંચો ઘણો મિનાર છે.

ચાહના છે આભને આંબી જવા,

મન નવી આશે મઢ્યો આકાર છે.

બસ હવે તો દોડવું ને ભાગવું,

સો ઉધમના આજના સંસ્કાર છે.

સાથ દેવા છે હવે સ્નેહી ઘણા,

લાગણીભીનો મળ્યો સંસાર છે.

સુખથી માસૂમ હવે જીવી જશો,

રોકતો સામે ભલે પડકાર છે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational