હા અમે એ ગુજરાતી
હા અમે એ ગુજરાતી


હા હું ગુજરાતી છું..
હા અમે એ જ ગુજરાતી..
ગર્વથી ગુજરાતી..
ઘર માં બે ટંક ખાવા ના હોય,
એવા માં જો મહેમાન આવે ઘરે તો,
પોતાનું ભાણું ખવડાવી ખુશ રહે.
હા અમે એ ગુજરાતી..
મહેમાનગતિમાં અવ્વલ,
ભલે પહેરે રવિવારી ના કપડાં,
તોય મોજ કરે, તોય હસતો રહે,
હા અમે એ ગુજરાતી..
કામ હોય ઘણા,
દામ હોય બમણા,
તોય મોજમાં જીવે,
હા અમે એ ગુજરાતી..
સવારે દૂધ વાળો એક રૂપિયો વધારે લે ઘરે આપી જવા માટે,
એ પોસાય પણ પોતે જાતે ના જાય,
એમ સમજે કે બિચારો ક્યારે કમાશે અને પોતે સૂતો રહે,
હા અમે એ ગુજરાતી..
ખુદાની મહેર હોય કે ના
હોય,
શ્રી રામની લહેર હોય કે ના હોય,
મોહરમમાં તાજીયા બનાવે ભેગા મળી,
રથયાત્રા પ્રસાદ વહેંચે ભેદભાવ ભૂલી.
હા અમે એ ગુજરાતી..
હોય પોતે દુઃખોના પહાડ નીચે,
તોય બીજા ને કહે,"હાલ લા ચિંતા ના કર હું તારી પડખેજ છું, તું આગળ વધ."
હા અમે એ ગુજરાતી..
કામ ધંધા નેવે મૂકી,
ભાઈબંધના દુઃખમાં ભાગીદાર થાય,
હા અમે એ ગુજરાતી..
પોતાના દુઃખો ભૂલી,
બીજાના દુઃખોમાં સહારો બને,
હા અમે એ ગુજરાતી..
ઊંઘ કોઈ હરામ કરે તો એને મૂકે નહીં,
પણ પાડોશીના પ્રસંગમાં રાત દિવસ એક કરી નાખે,
હા અમે એ ગુજરાતી..
અમે મોજીલા અમે ગર્વિલા ગુજરાતી.
હા હું ગુજરાતી છું..