છે હજુ
છે હજુ


ભાવને ગળતો નજારો છે હજુ,
ભીતરે બળતો ધખારો છે હજુ.
ચાહમાં રાખી ઘણી સંવેદના,
પીડમાં ભારે ઉછાળો છે હજું.
જિંદગીભર સાથ ચાહેલો છતાં,
દૂરનો રાખ્યો વધારો છે હજુ.
એક દી તો ભાન સાચું લાધશે,
એ જ કાયમ રીત ધારો છે હજુ .
આફતો આવી બધી વેઠી ગયાં,
યાતનાનો ખૂબ મારો છે હજુ .
ચાંદ એતો આથમીને અવતરે,
ટુટનારો દેખ તારો છે હજુ.
કેટલા માસૂમ વગોવાયા તમે,
લાગણીનો એ જ ધારો છે હજુ.