વૃક્ષ મિત્રતા
વૃક્ષ મિત્રતા
જન્મથી જનાજા સુધી મિત્રતા નિભાવે વૃક્ષો,
પથ્થર મારનારનેય ફળ મીઠાં એ ખવડાવે વૃક્ષો,
રહીને અબોલ પરોપકાર પ્રત્યેક પળે કરનારાં,
હરી લઈને અંગારને પ્રાણ સઘળે ફેલાવે વૃક્ષો,
એકપક્ષીય મિત્રતા એની સમર્પણની નિશાની,
તોય ગુણ ભૂલી જઈને માનવ એ કપાવે વૃક્ષો,
અપકાર પર પણ ઉપકાર કરનારાં છે પૈગંબર,
ઊગી, વિકસીને પર્યાવરણને જે બચાવે વૃક્ષો,
મિત્રતા માનવની રહી સ્વાર્થની બુનિયાદ પર,
અર્પી કેટકેટલું માનવને ૠણી બનાવે વૃક્ષો.
