ઝરુખાની દુનિયા
ઝરુખાની દુનિયા
ઝરુખા અને પ્રિતમની રાહ પર,
કંઈ કેટલાય કાવ્યો લખાયાં છે.
પણ એજ ઝરુખેથી,
હાં હાં, એ જ ઝરુખેથી !
પ્રભાતે સૂરજના સોનેરી કિરણોને પણ
માનુનીએ નિરખ્યા છે.
ને વળી પંખ પ્રસરાવતાં પંખીને પણ
આભે ઉડતા જોયાં છે.
તો ક્યારેક સખીઓની સંગાથે ઘણા
હાસ્યફુવારા ઉડ્યા છે.
ને પછી એક સમી સાંજે ચ્હા સાથે
ગીત ગમતાં ગવાયાં છે.
કોઈક રવિવારી આળસી સવારે પણ
મજાનાં ભૂલકાં દેખાયાં છે.
ભ્રમર ગુંજન ને સુમન કેરી સુવાસે પણ
ઝરુખાથી જ મન મોહ્યાં છે.
સ્વર્ગ બનાવું ભલે હું ઘરને પ્રિતમ પણ,
ઝરુખો તો મારી દુનિયા છે.