કલ્પના
કલ્પના

1 min

23.9K
શેરનું સૌંદર્ય ગીતની ગરીમા છો,
આ શાયરની ગઝલનો આત્મા છો.
ફૂટે છે વાચા કલમને તમારી યાદથી,
સ્યાહીની સંગ તમે શબ્દના સારમાં છો.
ગૂંથાઇને પરસ્પર ભાવનાઓના દોરાથી,
ભીતર વિંધાઇને રચાતી ફૂલમાળમાં છો.
શું કહું 'કવિ' મારી કલ્પનાની પરાકાષ્ઠા,
હરપળ ઝહેનમાં ઉભરતા વિચારમાં છો.