STORYMIRROR

JAYESH KUMAR BILINDRABHAI VARIA

Others

4  

JAYESH KUMAR BILINDRABHAI VARIA

Others

મેવલિયો પ્રસાદ...

મેવલિયો પ્રસાદ...

1 min
27.2K


 

આછેરી ઊગી જ્યાં ઉત્તરની વાદળી,
બુઢ્ઢાની આંખ દૂરબીન થાય પછી,


વરસાદી ઓરિયાં કઢાવે...
આખુંયે જંગલ સૂકુંટાટ થઈ,
વાદળીની પગલી પંપાળે,
ગલગલિયાં વાદળીને થાય પછી,
ઝરમર હસવું રેલાવે..

નેવે નેવે ટેરવાંની ધાર થઈ,
ધરતીના ગાલ પંપાળે,
ઊગતી સવારનો પાલવ થઈ,
વાદળી સૂરજ સંતાડે...

 ખેતર આખાને હેડકી થઈ,

ડચકારો ધરતી ધ્રુજાવે,
ચાસ ચાસ ઊગી કિલકારી,
વાદળી વહાલ વહાવે…

 રાત બની છે જોગણ બેબાકળી,
વીજળીની ચાબુક ચલાવે,
ચૂવો પડે જાણે શું જિંદગી,
ટપકી તે રાત આખી અશ્રુધારે...

 આખા આકાશનો રાગ હવે ગાજવું,
પાવાનો રાગ હવે,
ગાવડીના નાકમાં લીલું લીલેરું સંભળાયો....

                       


Rate this content
Log in