વ્યંગ
વ્યંગ


ઉપજાવ્યો વિનોદ કરી કટાક્ષ વ્યંગ
મશ્કરી ક્યારેક વળી જમાવી દ્યે જંગ
લોક ખામી ઉજાગર કરવા ઉપહાસ
વક્રોક્તિ જૂનો યુગ પુરાણો ઇતિહાસ
સમીક્ષા થકી સુધારણા કરવા વ્યંગ
ઠઠ્ઠા ઠેકડી મજાકથી હાસ્ય કરે તંગ
મૂરખ માનવ અનુકરણ કાંઈ દ્વિઅર્થી
તૃણની બનાવી ઉઠાવે પ્રધાન અર્થી
વ્યક્તિ વિચાર પ્રસંગ પદાર્થ વ્યંગ
નિષ્ઠુર કરે વ્યંગ જોઈ કોઈના અંગ
નૈતિક વ્યંગ સમાજ તણું પ્રતિબિંબ
વિતંડાવાદ ટીકા રચનાત્મક બિંબ
રચે વ્યંગ હળવું ને ગંભીર સાહિત્ય
ગુણીજન ઉપજાવે જીવનક્રમ નિત્ય
ઉપજાવ્યો વિનોદ કરી કટાક્ષ વ્યંગ
યુક્ત વ્યંગ જોડે સંબંધ કે કરે ભંગ.