STORYMIRROR

ભાવિની રાઠોડ

Comedy Inspirational

4  

ભાવિની રાઠોડ

Comedy Inspirational

મોજ મળી

મોજ મળી

1 min
68

ગાંડા બનીને જીવવાથી,

કેવી મસ્ત મોજ મળી !

જાણે સુખની શોધખોળમાં

ખરા જીવનની ખોજ મળી.


સમજદારીની દુનિયામાં,

ઉપાધિઓ તો રોજ મળી,  

બહુ વેઠ્યું સમજદારીમાં,

ગાંડપણમાં મોજ મળી.


"હસી કાઢવું, દુઃખ ને જીતવું"

એવી નવી સોચ મળી 

જાણે શ્ચાસોનાં વેપાર માટે,

કડક ચલણી નોટ મળી. 


અલ્લડ બનીને જીવવાથી,

દુઃખોની મસ્ત ઓટ મળી,

આ સરી જતાં સમયની એક,

નવીનતમ ખોજ મળી.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy