સરદારનું ગીત - ૧૧
સરદારનું ગીત - ૧૧
બેરિસ્ટર વલ્લભભાઈ (ઈ,સ, ૧૯૧૩)
બેરિસ્ટર બનેલા છે, એ ફાંકડા જુવાન રે;
જનારાં મળવા તેને, પામતાં સહુ માન રે,
છેલ્લી ઢબે પહેરેલાં, છે પાટલૂન-કોટ રે;
વે’વાર જાળવી રાખે, એમાં જરા ન ખોટ રે,
માથા પર પહેરી છે, વાંકી બનાત હેટ રે;
માણસ માપતી આંખો, દુ:ખાવે હાસ્ય પેટ રે,
બોલે તેઓ ઘણું ઓછું, મુખે રે’ મલકાવ રે;
ઊતરે નહિ વાતોમાં, મુખે ગંભીર ભાવ રે,
પોતાની શ્રેષ્ઠતા માટે, રાખે કાંઈક ભાન રે;
આત્મવિશ્વાસના શબ્દો, બોલે રહી સભાન રે,
એનો કડક દેખાવ, આમન્યા જળવાય રે;
જગ નિહાળતી આંખો, પ્રભાવથી ભરાય રે,
આકર્ષણ કરે પેદા, દેખાવ વટદાર રે;
જોનારા જાય અંજાઈ, નજર ધારદાર રે,
વકીલ મંડળે આપ્યો, તેઓને આવકાર રે;
આકર્ષણ અને રોષ, મિશ્ર એ સતકાર રે,
વકીલોનાં સ્વમાનોના, બન્યા રક્ષાણહાર રે;
જજો તણાં લઈ આવે, તોરીપણાં બહાર રે,
નીડરતા વણાયેલી, એનાં દરેક રોમ રે;
દૃઢતા સાચવી રાખે, ઓસરે નહિ જોમ રે,
કેસ મેળવવાની તો, રાખે નૈ દરકાર રે;
ઘર ખર્ચ કમાઈ લે, દિવસ દસ-બાર રે,
કોર્ટ પૂરી થયા બાદ, રમવા બ્રિજ જાય રે;
હરાવી ન શકે કોઈ, એવા તો વખણાય રે,
ઊતાર્યું બ્રિજમાં તેણે, વાડિયાનું ગુમાન રે;
આદર્શ રાખતા પોતે, હર દિન મહાન રે,
સારી રીતે હતા તેઓ, કેસ ચલાવનાર રે;
મે’નતના નિચોડોથી, બનેલ જીતનાર રે,
**
કરી પછી વકીલાત, સ્વરાજ કાજ લોકની;
સ્વરાજ કાજ મંડાયા, દેવદૂત સમા બની.
(ક્રમશ:)
