દિલની વાત
દિલની વાત
દિલની વાત ઉપડી કે હોઠ પર આવીને અટકી
બહારથી વાત ઊઘડી કે નજર પર આવી અટકી,
હોઠથી વાત ઉપડી કે શરૂઆત થઈને અટકી
પુષ્પથી વાત ઉપડી કે પાવન થઈને અટકી,
જીવની વાત ઉપડી કે અર્થ પાસે આવી અટકી
મોસમની વાત ઉપડી કે મન પાસે આવી અટકી
જીવનની શરૂઆત થઈ કે જરૂરિયાત પાસે વાત અટકી.
