STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

મારા શબ્દો

મારા શબ્દો

1 min
355

મારા શબ્દોથી આજે કોઈ સમજી નથી રહ્યું સળગી રહ્યું છે

મારા વિચારથી આજે કોઈ બોલી નથી રહ્યું બળી રહ્યું છે,


મારા મંતવ્યથી આજે કોઈ બંધાઈ નથી રહ્યું બચી રહ્યું છે

મારા અનુભવથી આજે કોઈ આશ નથી બસ નિરાશ છે,


મારા પંથથી આજ કોઈ પ્રગતિ નથી બસ પતન છે

મારી લાગણીથી આજ કોઈ લય નથી બસ લાલચ છે,


મારી માંગણીને આજ કોઈ માન નથી બસ માંગ છે

મારા પ્રેમથી આજ કોઈ પ્રીત નથી બસ વ્હેમ છે,


મારા જીવનથી આજ કોઈ જ્યોત નથી બસ અંધકાર છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract