મને લાગે
મને લાગે
મને લાગે પ્યારું એ છે સૌથી ન્યારું
મને લાગે ગમતું એ છે સૌને ભમતું,
મને લાગે સારી એ છે સૌને વ્હાલી
મને લાગે ક્યારી એ છે મનની શાંતિ,
મને લાગે સુંદર એ છે સૌને વંદન
મને લાગે બંધન એ છે સુંદર સંબંધ,
મને લાગે વિચાર એ છે સુંદર આચાર
મને લાગે અમસ્તું એ છે સૌને નમતું,
મને લાગે સજા એ છે મોંઘી મજા
મને લાગે સમર્પણ એ છે સૌને અર્પણ,
મને લાગે છે ગીત જે છે મનનું મિત
મને લાગે મીઠું એ તો સૌએ દીઠું,
મને લાગે રચના એ તો છે અર્ચના
મને લાગે મંદિર એ છે એમાં સૌને છે પ્રીત.
