STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

મને ગમે

મને ગમે

1 min
336

પેલા ગગન ગજવતા વાદળ મને ગમે

પેલા ઝગમગ કરતા તારલા મને ગમે,


પેલો હવાને હરખાવતો પવન મને ગમે

પેલો ચાંદનીને ચમકાવતો ચાંદો ગમે,


પેલી છમ છમ કરતી વીજળી ગમે

પેલી સવારે સૂર્યને ઢાંકતી ઝાકળ ગમે,


પેલો ઝરમર વરસતો મેહુલો ગમે

પેલો સૌને જગાડતો સૂરજ ગમે,


પેલું સાત રંગોવાળું મેઘધનુષ્ય ગમે

તે બધું જોઈને મારું મન ઉમંગમાં ડોલે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract