શિક્ષણધામ
શિક્ષણધામ
શિક્ષણ ધામનાં અમે ભૂલકાં હો જી રે
ભણી ગણીનેને આગળ વધતાં ભૂલકાં હો જી રે,
વ્હાલા ઊઠીને અમે માતાં પિતાંને નમતાં
નાહી ધોઈને અમે સ્વચ્છતાં રાખતાં
સુંદરતાં રાખી ઘર સાચવતાં ભૂલકાં હો જી રે શિક્ષણધામનાં,
નાસ્તો લઈને અમે નિશાળે જતાં
પ્રાર્થના બોલીને અમે વિદ્યાને ભણતાં
ભણવાનો આનંદ માણતાં ભૂલકાં હો જી રે શિક્ષણ ધામનાં,
ગીતો ગાઈને અમે ગૌરવ લેતાં
રમતો રમી એ અમે અંગો સાચવતાં
યોગ કરીને આગળ વધતાં ભૂલકાં હો જી રે શિક્ષણ ધામનાં,
નિત્ય ઉમંગથી નિશાળે જતાં
ગુરુજીના જ્ઞાનને જીવનમાં ઉતરતાં
શિક્ષણનાં દ્વાર ખોલનારા ભૂલકાં હો જી રે શિક્ષણ ધામનાં.
