STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

વ્હાલ કરી

વ્હાલ કરી

1 min
401

વ્હાલ કરીને મને વગર તારા રહેવાનું શીખવી દે

પ્રેમ કરીને પ્રભાતની જેમ ઊગવા દે,


આશા બનીને આકાશે ઊડવા દે

પ્રેરણા આપીને પંથ સુધી ભટકવા દે,


મસ્તક નમાવીને મનનું ધાર્યું કરવા દે

પ્રશ્ન પૂછીને પહેલાની જેમ જવાબો શોધવા દે,


ભાષાનું ભાથું સાથે લઈને ફરવા દે

સપના સોનું સવાર સુધી પહેરવા દે,


પ્રેમની પરિભાષામાં મન સુધી પહોંચવા દે,

જીવનમાં હળીમળીને પરિવાર સાથે રહેવા દે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract