Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ૭પ

સરદારનું ગીત - ૭પ

1 min
384


સરદારી નિર્ણય (ઈ,સ, ૧૯૪૬)

સરદાર, નહેરૂ ને, ઝીણા લંડન જાય રે;

વાટાઘાટો થઈ તેમાં, તેઓ નિરાશ થાય રે,

સરદાર ફરી પાછા, ગુસ્સે થઈ ગયેલ રે;

ક્રિપ્સ ઉપર ગુસ્સાથી, પત્ર એક લખેલ રે,


અંગ્રેજ નીતિને તેણે, ખૂબ જ પારખેલ રે;

ચડાવી લીગને તેઓ, ઝઘડાવી રહેલ રે,

હિંદીઓને દઈ દેવા, સર્વસત્તા કહેલ રે;

મુસ્લિમ લીગ બેકાબૂ, તેથી બની થયેલ રે,


પશુને શરમાવી દે, એવી હિંસા કરાય રે;

અમૃતસર-એબોટા, રકતરંજિત થાય રે,

પંજાબની દશા જોઈ, નક્કી કરી નખાય રે;

બિનમુસ્લિમની સાથે, મુસ્લિમ ન રખાય રે,


પંજાબના કરી ભાગ, જુદા પ્રાંત કરાય રે;

ભાગલા પણ ગાંધીથી, જરાયે ન સહાય રે,

માઉન્ટ બેટને આવી, સ્થિતિ શાંત કરેલ રે;

રમખાણો થયાં બંધ, ભીષણો અટકેલ રે,


શસ્ત્ર ઘૂષણખોરીનું, કાવતરું થયેલ રે;

સરદારે બિછાવેલી, જાળથી પકડેલ રે,

મૂકે ન માગણી ઝીણા, પાકિસ્તાન સિવાય રે;

આપ્યા વિના હવે કોઈ, નો’તો રહ્યો ઉપાય રે,


છોડતા ગૃહખાતું ન, વિચારી સરદાર રે;

દેશ બચાવવા માટે, એમાં એનો વિચાર રે,

વિચાર ભાગલા માટે, નક્કી થઈ ગયેલ રે;

થાય બે ભાગ બંગાળ, શરતમાં કહેલ રે,


છેડો મુસ્લિમ સાથેનો, ગમેતેમ ફડાય રે;

કાયમી ઝઘડા જાય, એ વિચાર કરાય રે,

માની શરત ઝીણાએ, ટેકો દે સરદાર રે;

અખંડ દેશનું સ્વપ્ન, ગાંધીનું હદપાર રે,

**

કઠણ કાળજું રાખી, કરી સ્વીકાર માંગણી;

સહેલ દિલમાં પોતે, ગાંધીની વેદના ઘણી.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract