મારે હળીમળીને
મારે હળીમળીને
મારે હળીમળીને રહેવું છે
એ બધું દુનિયાને કહી દેવું છે,
આ ધર્મ કર્મ ના જોતા રે
એ બધાં હમેશા છે ખોટા રે,
મારે મોટાઓને કહેવું છે
તમે સહ્યું એવું ના સહેવું છે,
અમને નાની ઉમરનો ખ્યાલ છે
તમે અમારા માટે ખાસ છો,
આ નાતજાતની રમતોમાં તમને
સમજાતું નથી કઈ પણ અમને,
અમારો દેશ છે આઝાદ જેવો
અમારે ગુલામી ના સહેવી,
અમારે હળીમળીને રહેવું.
