STORYMIRROR

Arun Gondhali

Abstract Classics Fantasy

4  

Arun Gondhali

Abstract Classics Fantasy

પ્રેમ પા પા પગલી

પ્રેમ પા પા પગલી

1 min
1

પ્રેમ પા પા પગલી

**************

પસંદ નથી અમે તો અમને ય ક્યાં પડી છે

ભીંત તમારી પડશે જે અમને અડીને ઊભી છે.


જાણીએ છીએ બારીઓ બન્નેની એક દિશા જુએ છે

અમને પણ તમને રોજ તાકવાની ક્યાં પડી છે.


ઊભાં રહી છત પર પડછાયો મારા આંગણે ધરો છો,

ચાલાક અમે તમારા પડછાયાને પણ ખૂબ ઓળખીએ છીએ.


અમે તમને પસંદ નથી તો પાંઠુ ફેરવી લેજો,

વાર્તા અધૂરી રહી નથી જતી પાનાં ફેરવવાથી.


'આગ' જરૂરી નથી તો શિયાળો મુબારક તમને

ક્યાં કોઈએ રોટલા શેક્યાં છે બરફના તાપણે.


  - અરૂણ ગોંધલી, આગ (૩૦.૦૯.૨૦૨૬)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract