મારો શો દોષ ?
મારો શો દોષ ?
મારો શો દોષ ?
*************
કેવી આ મારી દશા
કેવાં એ મારા હાલ
મળ્યું ન કશું તલભાર
કંઈક આપવા શિવાય.
પ્રેમ માંગતા
દિલ દેવું પડ્યું
પ્રોમિસ માંગતા
દેવા પડ્યા વચન.
ટકાવવા એમને
મારી જિંદગીમાં
દિવસો વરસોની
ખરચી કમાણી.
અંતે જિંદગીના
રમખાણ લડી
હતું જે બચ્યું
વીલમાં લખ્યું.
ખબર પડી અંતે
સૌને ચૂકવતાં
મફત મને
કઈ ન પડ્યું...મફત મને કંઇ ન મળ્યું.
- અરૂણ ગોંધલી, આગ (૦૨.૧૦.૨૦૨૬)
