STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

શોધતી રહી

શોધતી રહી

1 min
369

કસ્તુરી મૃગની જેમ,

જીવનનાં જંગલમાં દોડતી રહી,

સાચા સુખ ને ધન દૌલતમાં શોધતી રહી,


મૃગજળને જળ માની,

અદમ્ય ઈચ્છાઓની તૃષા છીપાવતી રહી,

બેફામ બેલગામ વિચારોનાં અશ્વને ખીલે ખોડતી રહી,

દુન્યવી સુખો સાથે નાતો જોડતી રહી,

દુન્યવી સુખ ચેનની લાલચમાં,

કેટલાય દિલ તોડતી રહી,

ઈશ્વરના નિયમોને હું તોડતી રહી,


ચંદ્રનો ઉજાસ પામવા,

પાસ રહેલા તારાઓને હું ખોતી રહી,

ઈશ્વરની લીલા હું જોતી રહી,


ધન દૌલત દુન્યવી સંપત્તિ પાછળ પાગલ હું,

સુખ ને દુન્યવી સંપતિના ખોટા ત્રાજવે તોલતી રહી,

કસ્તુરી મૃગની જેમ દોડતી રહી,

સાચા સુખ ને દુન્યવી સંપતિમાં ખોજતી રહી,

ઈશ્વરે આપેલા આંતરિક સુખ ને બાહરી જગતમાં શોધતી રહી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract