STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Fantasy Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Fantasy Inspirational

ઈશ્વર પર છોડી દે બધું

ઈશ્વર પર છોડી દે બધું

1 min
182

તું મોજ કર,

રોજ રોજ તું મોજ કર,

ચિંતાને ચૂલામાં સળગાવી દે,

પીડાને દરિયામાં પધરાવી દે,

તું મોજ કર,


જે બનવાનું છે બનીને રહેશે

ખોટી ચિંતા છોડી દે

નિયમોને તોડી દે,

બસ તું મોજ કર,


દર્દનું દર્પણ ફોડી દે,

ઈશ્વર સાથે નાતો તું જોડી દે,

ખોટી તકરાર તું છોડી દે

બસ તું મોજ કર,

બસ તું મોજ કર,

રોજ રોજ તું મોજ કર,


ફિકર ચિંતા છોડી દે,

અહમની મટકી ફોડી દે,

બસ ઈશ્વર પાસે બે હાથ જોડી દે,

જે થશે એ સારા માટે,

બસ ઈશ્વર પર બધું છોડી દે,

આત્માના તાર પરમાત્મા સાથે જોડી દે,

તું મોજ કર,

તો રોજ રોજ મોજ કર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract