કવિતા થઈ જાય છે
કવિતા થઈ જાય છે
શબ્દ લખું છું ને તારો ભાવ આવી જાય છે,
હું મૌન અને શબ્દને વાચા આવી જાય છે,
સ્મરણ તારુંને ઊર્મિ ઊગી જાય છે,
તમારાથી સુંદર કવિતા થઈ જાય છે,
કવિતા નથી રચાતી, ચિંતન થઈ જાય છે,
મળે માધ્યમ શબ્દનું ને કવિતા થઈ જાય છે,
ભાવોનું સરોવર મલકે, કવિતા થઈ જાય છે,
રાહી ઊર્મિ હૃદયતણી કવિતા થઈ જાય છે.
