પાપા
પાપા
રૂઠી કુદરતને આપ્યો ક્રૂર ફેંસલો પાપા,
અણધારી તમ ચિર વિદાય લાગી અસહ્ય પાપા,
નો'તું એક પણ દર્દ બાજુમાં તમ હાજરીથી પાપા,
કાશ ! એકલા રેતા પણ શીખવી દીધું હોત પાપા,
તમ છાંયો જ તો હતો મુંજ તાકાત પાપા,
નહીં માનતું હજુ દિલ જરા ભરોસો તો અપાવો પાપા,
લાડકોડ ઘણા બાકી રહ્યા ને સેવેલા સફળતાના સપના પાપા,
પ્રેમ અઢળક છે અંદર હવે કેમ જતાવું પાપા,
ગુસ્સામાં પ્રેમભરી વાતો સાંભળવા તલસુ છું પાપા,
વાત નહીં તો ગુસ્સો તો કરો તમ લાડલા પર પાપા,
હાજરી તમ સૂરજ જેવી ગરમ જરૂર હતી પાપા,
ગેરહાજરી તો અમાવસ રાત બની ગઈ પાપા,
જિદમાં આવી તમ છોડી દીધો મુજ સાથ પાપા,
નહીં જ આવો એ ખબર, બસ યાદ મુકતા ગયા પાપા,
સાચા - ખોટા રસ્તા ભટકું તો રાહ ચીંધજો પાપા,
દિલથી કરું અવાજ બસ આશીર્વાદ આપજો પાપા,
કરીશ પૂરા હર સપના મારાં ને તમારા પણ પાપા,
નામ તમથી ઓળખાઈશ એ જ મોટી શહોરત છે પાપા,
મુજ જિદ્દી મંઝિલને પણ અપાવીશ કામયાબી પાપા,
હર કદમ પર બસ આશીર્વાદ આપજો પાપા.
