STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

3  

Bharat Thacker

Abstract Inspirational

આજની સ્ત્રી

આજની સ્ત્રી

1 min
254

નજાકત સાથે તાકત, સ્ત્રી માટે વિધિના વિધાન છે

કુદરતે સ્ત્રી ને આપેલી આવડતનું આપણે કરવાનું સન્માન છે,


આજની સ્ત્રીનો પક્ષ છે બધી રીતે ખુબ જ મજબૂત

આપણે સહુએ, સરાહવવાનું સ્ત્રીનું યોગદાન છે,


ઘર અને ઓફિસ, કારકિર્દી અને માતૃત્વ એવી કેટકેટલી ચીજોનું સાધે છે સંતુલન

સ્ત્રી છે આપણી ખુશીઓનું સરનામું, સ્ત્રી પાસે દરેક મુશ્કેલીઓનું સમાધાન છે,


આજની સ્ત્રી માટે કોઈ પણ કાર્યક્ષેત્ર નથી રહ્યું હવે અછૂતો

અસાધારણ વ્યવસાય ક્ષેત્રે પણ નિભાવે બધા આહવાન છે,


સ્ત્રી જ હોય છે સ્ત્રીની દુશ્મન એ વાત હવે થવા લાગી છે જૂની

આજની સ્ત્રી હવે દિલથી જાળવે એકબીજાનું માન – સન્માન છે,


આજની સ્ત્રી, સ્ત્રી – પુરૂષની જાતિગત હરીફાઈથી થઈ રહી છે પર

હવે સ્ત્રી પોતાની જાત સાથે જ કરે છે હરીફાઈ, જેમાં સમાજનું ઉત્થાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract