STORYMIRROR

sonu sonanu

Inspirational

4  

sonu sonanu

Inspirational

વીજળી તને શું મળ્યું ?

વીજળી તને શું મળ્યું ?

1 min
405

ધબાક કરતી ત્રાટકી અચાનક નખોદણી વીજળી,

ને ભસ્મ કરી પ્રાંગણ મારું પાતાળ લોકમાં ભાગી,


સન્નાટામાં ફેરવ્યું પળમાં કિલકિલાટભર્યું ફળિયું,

અભાગણીનું લાંછન દઈ કહે વીજળી તને શું મળ્યું ?


છીનવ્યો તે ધબકાર રહ્યું આ માત્ર ખાલી ખોળિયું,

જીવનનાં અંશની તબાહી મચાવી તને શું ફળિયું ?


કોને કરુ રાવ તે નિષ્ઠુર કાર્ય અહીં શીદ અજમાવ્યું ?

વગર ગુને મળેલ સજાનું લખેલું કોને વંચાવું પરબીડિયું ?


આફત હતી કુદરતી તો કેમ કુદરત તને આવું સૂઝ્યું ?

મારા આંગણે ત્રાટકતાં પહેલાં દયાનું ટીપુંય ના દુજ્યું ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational