મઝઘાર
મઝઘાર


કિનારે આવીને જ્યારે અચાનક,
નાવ ડૂબવા લાગી..!
ઉછાળા મારતા મઝધાર મોજાં..!
આવતાં આવી ગયાં આંસુ..!
હૃદયે ભાર લાગવા માંડ્યો..!
જવાની તો અચલતા, અડગતા ને અટલતા જેવી..!
ચરણમાં અસલ કંટકો આવવાના જ...!
સત્યને કોઈ મારી શકતું નથી...!
છતાં કઠપૂતળીના જેવો જીવડો મારો..!
છેવટ સુધી દીધો પડકાર મેં તો..!
હલેસાં મારવાનાં જોમથી વાકેફ થવાયું...!
મઝધારમાં છોડીને આમ પ્રભુ એકલી ના મૂકતાં..!
પ્રેમભર્યા હાથથી ખભે હાથ મૂકજો પ્રભુ...!
જાત પરને તારી પર પ્રભુ વિશ્વાસ છે..!
મહેનત, ભરોસો, લાચારી બધું જ છે..!
માત્ર ડૂબી રહ્યું દિલ મઝધારે જોને...!
પ્રભુની દુનિયાનો માણસ થાવું છે મારે..!