કદર
કદર


અમસ્તી મારી મહેનત પર
ઘડીભર તો નજર કરો ને ..!
ક્યાં કહું છું કે તમને મારી કદર કરજો..!
દુનિયા માટે રૂપિયા જરૂરી છે
જીવન માટે ધડકન ને,
મારા માટે તમે છો,
તો પછી કદર કરો ને હવે..!
શું વેર ઈર્ષાથી કોઈ પર,
એક કદી વાત કરો
પ્રેમ પરથી શિખામણ છે ગલત
એ જ સાચી સલાહ લાગે છે
તો હવે તો કદર કરજો...!
આ તો હૃદયની વેદનાં કહી
આ તો ભેદ ખોલ્યો એક દિનનો
દિલની વ્યથા નથી કહેતી
બસ માત્ર મારી કદર કરજો...!
દિલચસ્પ મનોરમ્ય જીવનની કથા
રસ નથી બાકી કોઈનામાં
સંબંધ સાચવું છું અહંકાર નથી
હવે તો કદર કરજો જરા...!