STORYMIRROR

Ragini Shukal

Others

3  

Ragini Shukal

Others

પડકાર દીધો

પડકાર દીધો

1 min
150

કિનારે આવીને જ્યારે અચાનક નાવ ડૂબવા લાગી..!

 ઉછાળા મારતાં મઝધાર મોજાં...!

 આવતાં આવી ગયાં આંસુ આંખમાં..!

 હૃદયે ભાર લાગવા માંડ્યો ..!


જવાની તો અચલતા, અડગતા અને અટલતા જેવી..!

 ચરણમાં અસહ્ય કંટકો આવવાના જ..!

 સત્યને કોઈ મારી શકતું નથી..!

 છતાં કઠપૂતળી જેવો જીવડો મારો..!


 છેવટ સુધી દીધો પડકાર મેં તો..!

 હલેસા મારવાનાં જોમથી વાકેફ થવાયું..!

મઝધારમાં છોડીને આમ પ્રભુ એકલી ના મૂકતાં..!

 પ્રેમભર્યો હાથ ખભે મૂકજો પ્રભુ...!


 જાત પરને તારી પર પ્રભુ વિશ્વાસ છે...!

મહેનત, ભરોસો, લાચારી બધું જ છે..!

 માત્ર ડૂબી રહ્યું દિલ મઝધારે જોને..!

 પ્રભુની દુનિયાનો માણસ થાવું છે મારે..!


Rate this content
Log in