હું ને મારી કવિતા
હું ને મારી કવિતા
કવન તો કવિની કલ્પનાને
સ્વના ગર્ભમાંથી પ્રગટેલી..!
મનડાં રૂપી મોતીનાં દલડાંની સવારી હોય..!
એમાં શ્રૃંગાર, રૌદ્રરસ યા અંલકારનો સ્વ મેલ મલે..!
સૂના જીવનનો રંગ છે ભલે તેમાં ભરતી કયારે અંમરથી ઊંચી,
ને ઉડાનથી ઉપર હોય..!
કવિ કંઈક અમથું થોડું થવાય છે..!
કલ્પનાનો સિમાડો તો મુંજ
ગર્ભમાંથી નિકળે..!
ત્યારે બને કવિતા.!
લખું છું ત્યારે મુંજ હૃદયના ગર્ભમાં ધગધગતા દાવાનળ
બહાર આવે...!
કયારે ભીની લાગણી, સંવેદનાં, સ્પંદનો, તમન્નાઓ, બળાપો...!
ત્યારે બને કવિતા..!
લખું જ્યારે ભીતર મહીથી ત્યારે એ પ્રાણવાયુ જેવો મારો ખોરાક લાગે !
હૈયે વરસતી લાગણીઓની પરિભાષા મારી..!
શ્વાસના આવન જાવન સાથે,
સ્ફૂરે શબ્દોની રમઝટ..!
કરું શહીના ખડિયે ઝબોળીને
લખું ધારદાર શબ્દોની સરવણી...!
કયારેક દિનમાં પણ રાત દેખાડી દઉં..!
મારા વિચારોથી ચકચૂર બનાવું .!
વીતેલી વાતોને તરોતર તાજી કરી દઉં..!
મુરઝાઈ જાઉં તો નાનકઙાં અંકૂરની જેમ ખીલી જાવ..!
મારી કવિતા અંગારોની જવાલા જેવી..!
એમાં પીડા પણ વ્યક્ત કરું..!
એ મારું કર્મને છબી છે..!
દીવડો ઝગમગેને કવિ પણ ભાનુ જેમ ઝળહળે..!
માટે જ કવિને કવિની વાણી
ધર્મ જેટલી ઊંચી કહી છે..!
કહે "રાગ" ગર્ભના શબ્દ પ્રેમભર્યા.. !
કરાવું સત્યનું પ્રતિબિંબ દેખાઙું દર્પણ મહી સર્વને...!