STORYMIRROR

Ragini Shukal

Others

3  

Ragini Shukal

Others

એ ઝરૂખો મારો

એ ઝરૂખો મારો

1 min
177

એ ઝરૂખો મારો હૈયાનો ભરેલો ..!

તારી યાદોનાં સ્પંદનો દેવડાવે..! 

 મીઠાં સંભારણાં લાવે..!


મોસમ જોઈને દલડામાં તમન્નાઓ જાગતી રહેતી...! 

ઝરુખેથી તને જોતાં ..!

તારી કામણગારી આંખો કેવી તલસાવે..?

 યૌવનનો ઊછાળો લે એવી..!


મંદમસ્ત અલ્લડ જવાની..! જાણે આંખોમાં નશો..! એકમેકમાં પરિણમતી આત્મીયતા જેવો..!

 તારી ચૂપકીદીમાં પણ મારો પ્રેમ હતો..!

 તને ઝરુખામાંથી જોતાં તમન્નાઓની વણઝાર જાગતી..!


 વ્હાલમ મારાં પહેલાં વરસાદની જેમ..! 

 જેમ ઝરૂખે ભીંજાતી તારી યાદોમાં..!

 હરખાતે હૈયે એનાં આવવાનાં પગરવ સંભળાતાં..!


 જેમ ચાંદ તડપાવે એમ તું તડપાવે છે..!

 ભીતરની પ્યાસ બુઝાવવા તું આવ..!.

 તારાં આવવાનાં અણસાર દે જલદી..!

જેમ ચાતક તરસે એમ હું પણ તરસું..!

ઝરુખે ઊભી ઊભી મીટ માંડું...!


Rate this content
Log in