STORYMIRROR

Ragini Shukal

Others

3  

Ragini Shukal

Others

તારો જ અંશ

તારો જ અંશ

2 mins
206

હે પ્રભુ તું તો..!

કુદરતને રંગનારો ગજબનો રંગારો હો..!

તારાં આહાવાનથી ઊડે શબ્દ રંગ..!

તારી કનક ભરી પિચકારીથી

રંગી લીધી દુનિયાને મનડું મારું..!

ઉપસી આવી એક કોરાં કાગળ પર મારી આજ..! 


નજરે જોતી વાટલડી પીયુ માટે ..!

લખું એનાં માટે દિલની વાતો..! હોઠ પર આવેલાં શબ્દો મારાં...!

પ્રેમની કહાની મારી..!

 હૈયા ધારણ કરીને તને મારી લાગણીઓથી તાજી કરી..!


 એ મારી ભીની લાગણીઓમાં ઝબોળીને મેહેફિલ સજાવું..!

 લખું કાગળ પરને,

તારી હસ્તિ મને મળે..! લાગણીઓથી તરબતર મારાં હૈયા ધારણ કરી તને..! એકલતાને ઢંઢોળીને,

પ્રેમનો રણકો વગાડી દઉં..!

 તારી સંવેદનાઓમાં મારો અહેસાસને ભેળવી દઉં..! 


હૃદયની રાજધાનીમાં મારું વર્ચસ્વ બનાવવું..!

 હાથનો તકિયો બનાવી રજાઈની જેમ વિંટળાઈ જાઉં..! પ્રેમથી નાનકડાં કોડિયામાં દીપક પ્રગટાવો પ્રેમનો..!

 એ મારો અડગ વિશ્વાસ..!

 હૈયા ધારણ કરીને..!


 તૃષ્ટિનો આસ્વાદ માણું ..! લાલ ચટક સાફો પહેરી આજ કામણગારો કેસૂડો આવ્યો..!

પીયુના રંગમાં રંગાવા..!

 ઋતુઓને પ્રસન્ન કરવાં આવે

એમ મને..!

 પાંદડે પાંદડે ખીલી આવે તેમ...!


 એનો કરતાં સ્પર્શ અને સુગંધ મને બહુ વ્હાલી રે ..!

વ્હાલો કેસૂડો તો વગડાની આગ,

 પ્રેમીઓ કહેશે એ તો મનડાંની આગ છે..!

 એનાં અનેક નામો કામણગારો મને બહુ ગમે...!

 એમ તો પણ મને બહુ ગમે..!

પૂર્યા રંગોનો રંગારો બની..! 


 પ્રભુ એ મનમોહક મને ભાવે એતો...!

 ફાગણમાં બિરાજે કુદરતનું એ નવલું રૂપ આતો..!

 તારાં દિલ પણ ટહુકે ફાગણ મહિએ રાગમાં ..!

મરક મરક મલકાય ..!

મંજરીઓ કુંજગલીમાં..! 


જન્મયો સોમરસ પીધેલા ગરુડના પીંછામાંથી ઉત્પન્ન થયેલો..!

 તેનું પતરાળું ત્રણ પાનનું સમૂહ..!

 મધ્ય વિષ્ણુ, ડાબું બ્રહ્મા અને જમણું શિવ કહેવાય..!

 તું કામણગારો હો..!

તને જોતા મન ભરાય એવું..! 


સોમરસનો પ્યાલો તું તો ..! મારાં માટે નશીલો નશીલો જામ..! 

જેમ શબ્દ રંગે ઊડે એમ સદાય

મુંજ હૃદયે વસ્યો તું..!

તારાં રંગોમાં રંગાવા મસ્ત બની નશીલી જામ જેવી...!

તું તો કેવો રંગારો પ્રભુ..!


તારો એમાં વાસ હો..!

"રાગ" કહે છે હું તો તારો અંશ છું..!

આવી શબ્દ રંગ ઉડાવવા !


Rate this content
Log in