STORYMIRROR

Ragini Shukal

Thriller

3  

Ragini Shukal

Thriller

કરું કરામત

કરું કરામત

1 min
156

મનમૌજી મૌસમને હવે મનામણાં કરું હું..!

અજાણી આંખલડીમાં આવી વસી ગયું કોઈ ..!

ઝુકીને ચુમવાનું મન થાય..!

 જેમ બાહોમાં ઝુલુ તમારી..!


 એ રીતે નસનસમાં પ્રસરી જાઉં હું..!

 તારી જિંદગીનાં સાતે કોઠા અજવાળું કરું કાંઈ કરામત એવી હું...!

 વસંત પણ ફૂલ ફોમમાં વહે છે..!

 ભમરાઓ ભાન ભૂલે એવો કે એને ભાનમાં લાવવાની તક આપો..!


 રુહમાં સમાયેલી છું હું તારાં..!

 સદાય લાગણીને પ્રવાહિત કરતી રહીશ..!

એ અઢીઅક્ષર પ્રેમનો મગજના રસાયણની કમાલ છે..!

હૈયાની ઉછળતી ઊર્મીઓને મારાં પ્રેમનું નામ આપું.! 


પરીક્ષાનાં કર મારાં પ્રેમની..! અંતરથી યાદ કરીલે એકવાર ને મળવાં આવો મને..!

 દિલમાં છલોછલ ચાહત છે.! મારો પ્રેમ એટલો લીલોછમ વાંસમાંથી ફૂટતાં અંકુર જેવો..!


 હૃદયનાં કમાડ ખુલ્લાં છે..! શબ્દોમાં ટાંકી લઉં મારાં પ્રેમને..!

 ભીંજાવું છે તારા પ્રેમમાં..! તારી આંખોનાં પલકારામાં,

વાદળના ગડગડાટમાં એ પ્રેમનો તરવરાટ છે...!


 પ્રેમની ક્યાંય હદ ના હોય..! તું આવેને અનરાધાર વરસ..! એવી કર કરામત તું...!

 કે દિલની જાગી તમન્નાઓ...!


 કરી પ્રેમનો અહેસાસ મીઠી લાગણીઓમાં..!

 યોવન આજે હેલે ચડ્યું છે..!


Rate this content
Log in

Similar gujarati poem from Thriller