STORYMIRROR

Arjun Gadhiya

Thriller

4  

Arjun Gadhiya

Thriller

હવે તો જાગો

હવે તો જાગો

2 mins
671

અરે આ બે કોડીનુ પાક લલકારે છે હવે તો જાગો,

રોજે રોજ સળગે દેશની સરહદો હવે તો જાગો...

અરે આ શત્રુ છે હિંસક એ માને નહિ શાંતિની વાતો,

આ આતંકના પાલનહારને ઘરમા ઘૂસીને મારો...

 

તિરંગામા લપેટાઈ રોજે આવે છે આ દેશના વીરો,

વગર યુદ્ધે સસલાના હાથે શહિદ થાય છે સિંહો...

અરે સત્તાની ચાદર ઓઢી સુતેલાઓ હવે તો જાગો,

સીમાડે કાયરોની ફોજ પડકારે છે હવે તો જાગો...

 

સીતેર વર્ષે પણ નથી આવ્યો એક સમસ્યાનો આરો,

તો પછી ક્યા મોઢે કરો છો મહાસત્તા બનવાની વાતો..?

અરે આ શાંતિના કબૂતરોને હવે પીંજરામા પૂરો,

મા ભારતી પણ કહે છે હવે તો રણમેદાને કુદો...

 

બહુ થઈ ગઈ ટેબલ ખુરશી પર બેસીને વાતો,

કશ્મીર માંગનારના મોઢે હવે તો લગામ લગાવો...

અરે સત્તાના ઘેનમા મસ્ત બનેલાઓ હવે તો જાગો,

સીમાડે કાયરોની ફોજ પડકારે છે હવે તો જાગો...

 

બાંધી રાખે સૈનાના હાથ એવા બધા બંધનોને તોડો,

વખત આવ્યો છે ફરીથી અખંડ હિંદુસ્તાનને જોડો...

સૈના બૈઠી છે તૈયાર બસ એને એક આદેશ આપો,

દુનિયાના નકશા પરથી પાકિસ્તાનને ભૂંસી નાખો...

 

ચાર વખત તો માફી આપી ચૂક્યા હવે ન માફ કરો,

યુદ્ધ મેદાને જઈને હવે તો બસ એને સાફ કરો...

અરે દેશ ભક્તિની વાતો કરનારાઓ હવે તો જાગો,

સીમાડે કાયરોની ફોજ પડકારે છે હવે તો જાગો...

 

અરે સન સુડતાલીસની ભૂલને હવે તો સુધારો,

અને ઈસ્લામાબાદ પર પણ તિરંગાને ફરકાવો...

ખંડિત થયેલી સિંધુ નદીને હવે અખંડિત કરો,

પાકને મીટાવીને કાશ્મીર ઘાટીને પણ શાંત કરો...

 

સત્તાની લાલચ છોડીને દેશહિતમા સૌ સાથે આવો,

‘અર્જુન’ ના આ દેશને ફરી વિભાજીત થતા બચાવો...

અરે સસલાઓની ફોજ પડકારે છે હવે તો જાગો,

સીમાડે કાયરોની ફોજ પડકારે છે હવે તો જાગો…


Rate this content
Log in

Similar gujarati poem from Thriller