STORYMIRROR

માનસી પટેલ "માહી"

Tragedy Thriller

4  

માનસી પટેલ "માહી"

Tragedy Thriller

દફનાવી બેઠી છું હું

દફનાવી બેઠી છું હું

1 min
487

કોરી આંખે આયખાના દર્દ છુપાવી બેઠી છું હું..

ભીતર ઘૂઘવાતો દરિયો છલકાવી બેઠી છું હું..


કંગાળ હું શું લઈ આવું તારે દરબાર ભોળા ?

સઘળું જળ તો શ્રાવણ માસે ચઢાવી બેઠી છું હું..


અધૂરી ઈચ્છાઓ વલખી તરફડે રોમેરોમમાં ને

હું અશક્ય સ્વપ્ન ફરી નયને રચાવી બેઠી છું હું..


ભેટવા આવ્યા'તા એ પણ નર્યો સ્વાર્થ સાથે લઈને,

પોતાના છે ભાળ્યું એથી મુખ મલકાવી બેઠી છું હું..


કળિયુગની આ ધરા દીકરી પિંખાય શેરી ગલીએ,

સાંભળ શેતાન દુર્ગાકાલી હજુ સાચવી બેઠી છું હું..


ક્ષણભંગુર થઇ ખૂટતી સંબંધોની આવરદામાં,

યાદોનું અમૂલ્ય ભાથું અંતરે વસાવી બેઠી છું હું..


અરે મારા મોતનો આટલો ઇંતજાર ના કર તું,

વિના કફને'ય ખુદને વારંવાર દફનાવી બેઠી છું હું..


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy