મહેફીલ
મહેફીલ


ચૂપ કાઈ અમસ્તી નથી રહેતી હું વાલમ,
મારા મૌનમાં પણ મને મહેફિલ જેવું લાગે છે,
મેં બહુ શ્રદ્ધાથી દીવો પ્રગટાવ્યો છે પ્રેમનો,
બસ તારા એકરારમાં ઢીલ જેવું લાગે છે,
મારી નજરે જોઇશ તો તને ખંજન પણ દેખાશે,
જે માત્ર મારા ગાલે ખીલ જેવું લાગે છે,
જ્યારથી તે મારેકાજ દિલે ઉદાસી સાધી છે,
ત્યારથી આખું વાતાવરણ ગમગીન જેવું લાગે છે.