પ્રેમતટ
પ્રેમતટ
આ કાષ્ઠને પણ આજ
સ્પંદન મધુરા સ્ફુર્યા..
જરા નજર શુ ધરી મેં
તારી આંખોને તો જાણે
વિરહ બાદ વાચા ફૂટી..
પવિત્ર આ પ્રચંડ ઇશ્ક
ઈબાદત થઈ બેઠો હવે..
સમાવી દે ધબકારને બાહોમાં
આંખો મારી એવું તુજને કહેતી ..
સામે સાવ નાના સ્મિતમાં
જાણે પરવાનગી તે અર્પી,
એકમેકમાં ખોવાયા આપણે
ને શરમાતી આ સાંજ ઢળીને
આલિંગન દઈ આથમતી ગઈ..
મૌન પણ થયું તોફાની આજ
બીડાયેલા આતુર હોઠે વાતો
બેશુમાર થઈ વહેતી ગઈ..